મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં એરંડાની આડમાં કરાયેલી ગાંજાની ખેતી ઝડપાઈ છે. બાલાસિનોર પોલીસે બાતમીના આધારે તપાસ કરતાં ખેતરની વચ્ચે જ ગાંજો વાવેલો મળી આવ્યો હતો. પોલીસે ખેતરમાંથી 258 ગાજાના છોડ સહિત 2.38 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે એક આરોપી સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એરંડાની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું

આ અંગે ડીવાયએસપી કમલેશ વસાવાએ કહ્યું હતું કે, મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વડદલાના રત્નાજીના મુવાડા ગામના કે જ્યાં એક ખેતરમાં એરંડાની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ગાંજો ઉછેરવામાં આવી રહ્યો હતો. બાતમી મળતા બાલાસિનોર પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી પોલીસ દ્વારા તપાસ કરતા એરંડા ની સાથે સાથે ગાંજાના છોડ મળી આવ્યા હતા.

પોલીસે એક આરોપીની ધરપકડ કરી

પોલીસ દ્વારા 258 નંગ ગાજાના છોડ કબજે કરવામાં આવ્યા છે 2,36,98000 નો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આ બાબતે વાઘજીભાઈ પરમાર નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે અને એન.ડી.પી.એસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હવે આ વ્યક્તિ ગાજાના છોડ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ કરી રહી છે.


આ પણ વાંચોઃ Vadodara News: ફેસબુકમાં અજાણી મહિલાની ફ્રેન્ડશીપ કરતાં ચેતજો, વૃદ્ધને મિત્રતા સાત લાખમાં પડી