મહીસાગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ આજે વહેલી સવારથી કમોસમી વરસાદે દસ્તક દીધી છે. ભરશિયાળે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ શિયાળુ પાક તૈયાર કરી રહેલા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ
જિલ્લાના મુખ્ય ચાર તાલુકાઓમાં વરસાદની અસર સૌથી વધુ જોવા મળી રહી છે. લુણાવાડા,કડાણા,ખાનપુર,સંતરામપુર આ વિસ્તારોમાં ગાજવીજ વિનાના હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ કમોસમી વરસાદ ખેતી માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને અત્યારે જે પાક તૈયાર થવાના આરે છે તેના પર માઠી અસર થવાની શક્યતા છે.










