ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થયો છે પણ બીજી તરફ ઉકળાટ વધ્યો છે. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે તાપમાનમાં વધઘટની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 42.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે. સુરેન્દ્રનગર 41.8,ભુજ 41, અમરેલી 40.5,ભાવનગર 40.7, અમદાવાદ 39.4,ગાંધીનગર 49, કંડલા 39.7,ડીસા 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ત્યારે આજે વહેલી અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.
મોડાસાના નાદિસણ ગામે પણ વરસાદ થયો
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે માવઠું થયું હતું. વહેલી સવારે મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. માલપુર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી પવન અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ઇસરી જીતપુર પંથકમાં ગાજ વીજ તેમજ પવન સાથે વરસાદ થયો છે.વરસાદી માવઠાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મોડાસાના નાદિસણ ગામે પણ વરસાદ થયો છે.
