મસાલાના વિશ્વ વિખ્યાત બજાર ઊંઝામાં જીરા અને વરિયાળીમાં ભેળસેળ કરનારા વેપારીઓ સામે કોર્ટે કડક પગલાં લીધાં છે. લાંબા સમયથી ચાલી રહેલા કેસમાં કોર્ટે 3 ભેળસેળિયા વેપારીઓને આર્થિક દંડ અને સજા ફટકારી છે, જે આ પ્રકારના ગુનાઓમાં વેપારીઓ માટે એક મોટો સંદેશ છે. ધર્મેન્દ્ર પટેલને બનાવટી વરિયાળીના કેસમાં રૂ. 1.50 લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે.
ઊંઝાના 3 ભેળસેળિયા વેપારીઓ ફસાયા
અન્ય બે આરોપીઓ જય પલ અને લલિત પટેલને રૂ. 45-45 હજારનો દંડ કરવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો આ આરોપીઓ નક્કી કરેલો દંડ ભરવામાં નિષ્ફળ જશે, તો તેમને એક મહિનાની કેદની સજા ભોગવવી પડશે. ઊંઝા માર્કેટ યાર્ડ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નિયમિત તપાસના અભાવે ભેળસેળનો કારોબાર ધમધમતો હોવાની ફરિયાદો વચ્ચે કોર્ટનો આ નિર્ણય ખાદ્ય સુરક્ષાના મામલે કાયદાનું શાસન સ્થાપિત કરે છે.













