સહકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા અને બેચરાજી APMC માં સત્તા ભોગવતા હિરેન પટેલનો અસલી ચહેરો સામે આવ્યો છે. સાયબર ક્રાઈમના રસ્તે ટૂંકા સમયમાં નાણાં કમાવવાની લાલચે ડિરેક્ટરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
બેચરાજી APMCના ડિરેક્ટરની ધરપકડ
મળતી માહિતી મુજબ, હિરેન પટેલે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા ₹16.68 લાખના નાણાં પોતાની પત્ની પ્રેમિલા પટેલના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે અગાઉ તેની પત્નીની ધરપકડ કરી હતી. પત્ની જેલમાં જતા જ હિરેન પટેલ સાવધ થઈ ગયો હતો અને પોલીસ કાર્યવાહીથી બચવા માટે તેણે APMC માં પોતાની પેઢી પણ વેચી દીધી હતી અને અજ્ઞાત સ્થળે નાસી છૂટ્યો હતો.
