મહેસાણા દૂધસાગર ડેરીના નિયામક મંડળ દ્વારા મે મહિનાના અંતમાં દૂધ ઉત્પાદકો માટે હિતકારી નિર્ણય લેવાયો હતો.ડેરી ખાતે મળેલી બોર્ડ મીટિંગમાં દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો જાહેર કરી પાંચ લાખથી વધારે દૂધ ઉત્પાદકોને કારમી મોઘવારીના સમયમાં આનંદના સમાચાર આપ્યા હતા.રોજે રોજ કૂદકે અને ભૂસકે વધી રહેલી મોંઘવારી સમયે મહેસાણા દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોને દૂધના એક કિલો કેટ રુ.25નો ભાવ વધારો જાહેર કરી દૂધ ઉત્પાદકોને ભેટ આપી હતી. આ ભાવ વધારાને લઈ ડેરીના દૂધ ઉત્પાદકોમાં આનંદની લાગણી છવાઈ હતી.

ડેરીના હિતમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યા

આ બોર્ડ મીટિંગમાં ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને હવે ફેટની સાથે વધારાના એસ.એન.એફ.(સોલીડ નોન ફેટ)ના પણ પૈસા ચૂકવવાનો પણ નિર્ણષ લેવાયો હતો.દૂધ સાગર ડેરી હારા દૂધ ઉત્પાદકોના દુધનો નવો ભાવ વધારો 1 જૂનથી અમલી બનાવવામાં આવશે.મહેસાણા દૂધસાગર ડેરીના નિયામક મંડળની મીટિંગ ડેરી હોલ ખાતે મળી હતી.જેમાં દૂધસાગર ડેરીના હિતમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યા હતા.તો ડેરીના લાખો દૂધ ઉત્પાદકો માટે પણ અતિ હિતકારી અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સહિત નિયામક મંડળ દ્વારા ડેરીના પાંચ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને મે મહિનાના અંતમાં દૂધના ભાવ વધારાની ભેટ આપવામાં આવી હતી.

855 જેટલી રકમ ચુકવવામાં આવશે

ડેરીએ દૂધ ઉત્પાદકોને દૂધના એક કિલો ફેટે રૂ.25નો ભાવ વધારો જાહેર કરતા દૂધ ઉત્પાદકોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. ઉત્પાદકોએ ભાવ વધારાને લઈ પણ ઉત્સાહ મનાવ્યો હતો.ડેરી સૂત્રોના જણાવ્યા મુજબ 1 જૂનથી નવો ભાવ લાગુ કરી દેવામાં આવશે.દૂધસાગર ડેરીએ તેના પાંચ લાખથી વધારે દૂપ ઉત્પાદકોને પ્રથમ વખત એસ.એન.એક.(સોલીડ નોન કેટ)ના પણ પૈસા ચૂકવવાનો નિર્ણય કર્યો હતો.જેને કારણે દૂધ ઉત્પાદકોને વાર્ષિક રૂ.100 કરોડથી વધુની રકમ ચૂકવાશે. મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા અગાઉ ઉત્પાદકોને દૂધના કિલો ફેટે રૂ.830નું ચુકવણું કરવામાં આવતું હતુ તેમાં રૂ.25નો ભાવ વધારો જાહેર કરવામાં આવતા પહેલી જૂનથી દૂધ ઉત્પાદકોને દૂધના કિલો ફેટે નવો ભાવ રૂ.855 જેટલી રકમ ચુકવવામાં આવશે.


આ પણ વાંચોઃ Gandhinagar News : અસહ્ય ગરમીને લીધે સ્કૂલોમાં ઉનાળું વેકેશન 10 દિવસ લંબાવવાની માગ