મહેસાણા તાલુકા પોલીસે જગુદણ ગામની સીમમાં ઓ.એન.જી.સી. જી.જી.એસ. પાસે આવેલા એક ખેતરમાં દરોડો પાડીને વિદેશી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ દરોડા દરમિયાન 693 બોટલ વિદેશી દારૂ અને અન્ય સામગ્રી મળી કુલ 6.39 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોને જેલના સળિયા ગણાવ્યા છે.
જગુદણ ગામની સીમમાં દરોડો પાડીને વિદેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ
મહેસાણા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન કોન્સ્ટેબલ ગૌરવકુમાર અને ચેતનભાઈને સચોટ બાતમી મળી હતી કે, જગુદણની સીમમાં આવેલા મંગળભાઈ હરીદાસ પટેલના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. કેટલાક શખ્સો ત્યાં દારૂનું વેચાણ અને કટિંગ (છૂટક વિતરણ) કરી રહ્યા છે. બાતમી મળતા જ પોલીસે વ્યૂહાત્મક રીતે ખેતરમાં દરોડો પાડ્યો હતો.










