થર્ટી ફર્સ્ટ (31st December) ની ઉજવણીને પગલે રાજ્યભરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પોરબંદરની મિયાણી ચેકપોસ્ટ ખાતે પોલીસ જ્યારે વાહનો તપાસી રહી હતી, ત્યારે એકાએક સર્જાયેલા અકસ્માતે પોલીસ અને વાહનચાલકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.
વાહનની બ્રેક ફેલ થતા અકસ્માત
મિયાણી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા તમામ નાના-મોટા વાહનોને રોકીને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક ફોર વ્હીલર વાહન ચેકપોસ્ટની નજીક પહોંચતા જ ચાલકે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાહનની બ્રેક ફેલ થઈ ગઈ હતી. બ્રેક ન લાગતા વાહન કાબૂ બહાર ગયું હતું અને રસ્તા પર મુકાયેલા પોલીસ બેરીકેડ સાથે ધડાકાભેર અથડાયું હતું.










