ઉત્તર ગુજરાતમાં દૂધસાગર ડેરીના ચૂંટણીના લીધે ફરીથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ તરફથી દૂધસાગર ડેરીની ચૂંટણી સમરસ કરવા માટે ભારે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 10 બેઠકો પર ભાજપ આગેવાન અને અમૂલના ચેરમેન અશોક ચૌધરીની પેનલે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

28 નવેમ્બરે ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરાશે

ખેરાલુથી ધારાસભ્ય સરદાર પટેલ અને પૂર્વ ધારાસભ્ય અમિત પટેલે પણ ઉમેદવારી કરી છે.બીજી તરફ પેનલ સિવાયના બે ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા છે. આવતીકાલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે 27 નવેમ્બર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે.ત્યારબાદ 28 નવેમ્બરે ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરાશે.ત્યારે ચૂંટણીને લઇ ચિત્ર સ્પષ્ટ થશે.

અશોક ચૌધરીની પેનલના મોટાભાગના ઉમેદવારો બિનહરિફ

હાલમાં અશોક ચૌધરી સહિત તેમની પેનલના મોટાભાગના ઉમેદવારો બિનહરીફ થતા અશોક ચૌધરીની પેનલની જીત ચૂંટણીમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. જો અશોક ચૌધરીની પેનલ સિવાયના કોઇ ઉમેદવારી હશે તો 7 ડિસેમ્બરે મતદાન યોજાશે.

આ પણ વાંચોઃ Suratમાં SIR કામગીરીમાં BLO તરીકે નિમાયેલા મહિલા અધિકારીનું શંકાસ્પદ મોત