મહેસાણામાં કાર પરથી કાળા કાચ દૂર કરાયા છે અને આ કાર્યવાહી પોલીસની કાર હોય તેની સામે કરવામાં આવી છે, હેડક્વાર્ટરમાં પોલીસકર્મીઓએ કાળા કાચ દૂર કર્યા છે અને નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, કાળા કાચ, નંબર પ્લેટ વગરની 30 કાર સામે કાર્યવાહી કરાઈ છે.
મહેસાણા SPએ પોલીસને નિયમ પાલન માટે સૂચના આપી
મહેસાણા એસપીએ નિયમ પાલનની શરૂઆત પોતાના જિલ્લાના પોલીસ કર્મીઓ સામે કરી છે, મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મીઓની કારના કાળા કાચ દૂર કરાયા છે અને નંબર પ્લેટ વગરની ગાડી સામે પણ કાર્યવાહી કરી છે, ટ્રાફિક નિયમનના પાલન માટે શરૂઆત હેડક્વાર્ટરથી કરી છે જેથી અન્ય વાહનચાલકોને એમ ના થાય કે પોલીસની સામે તો કોઈ કાર્યવાહી કરી નથી, ત્યારે વહેલી સવારથી પોલીસે પોલીસની સામે જ કાર્યવાહી કરી છે.













