મહેસાણા જિલ્લામાં ફરી એકવાર ONGCની પાઈપલાઈન લીકેજ થવાની ઘટના સામે આવી છે. બહુચરાજી તાલુકાના કનોડા ગામના સીમ વિસ્તારમાં પસાર થતી ક્રૂડ ઓઈલની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખોની કિંમતનો ખેતીપાક બરબાદ થયો હોવાના અહેવાલ છે.

ONGCની પાઈપલાઈન લીકેજ

કનોડા ગામના ખેડૂત સુષ્માબેન પટેલ ના ખેતરમાંથી (સર્વે નંબર 359) ONGCની પાઈપલાઈન પસાર થાય છે. ગત મોડી રાત્રે અથવા વહેલી સવારે આ પાઈપલાઈન અચાનક લીકેજ થઈ હતી. પાઈપલાઈનમાંથી નીકળેલું કાળું ફીણવાળું ક્રૂડ ઓઈલ જોતજોતામાં આખા ખેતરમાં ફરી વળ્યું હતું.

ઉભેલા પાક પર ઓઈલ ફરી વળ્યું

ખેતરમાં હાલ ઘઉંનો પાક તૈયાર અવસ્થામાં હતો. લણણીના આરે ઉભેલા પાક પર ઓઈલ ફરી વળતા ઘઉંનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે. ખેડૂતોનો આરોપ છે કે ONGCની જૂની પુરાણી પાઈપલાઈનો અને યોગ્ય જાળવણીના અભાવે વારંવાર આવી ઘટનાઓ બને છે. તૈયાર પાક બરબાદ થતા ખેડૂત પરિવારે ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: બોર્ડ પરીક્ષાની લોખંડી તૈયારીઓ, રાજ્યના 140 સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો સુરક્ષિત, CCTV અને પોલીસનો પહેરો