મહેસાણા જિલ્લાની ખેરાલુ નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીનો માર્ગ આખરે મોકળો થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય લડત બાદ ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર લગાવવામાં આવેલી રોક હટાવી દીધી છે. આ આદેશને પગલે આવતીકાલે એટલે કે રવિવારે બેંકની ચૂંટણી યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે. બેંકના સભાસદોમાં આ નિર્ણયને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ પેનલો દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.


ખેરાલુ બેંક ઈલેક્શન

ચૂંટણીની વિગતો મુજબ, 11 તારીખે સવારે 8:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે જે સાંજે 4:00 વાગ્યા સુધી ચાલશે. બેંકના તમામ પાત્ર સભાસદો આ સમય દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ સાંજે 5:00 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે, જેના પરિણામે મોડી રાત સુધીમાં બેંકના નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તંત્ર દ્વારા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને અન્ય જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkot News : રખડતા શ્વાનો સામે તંત્ર લાચાર? જેતપુરમાં 2 વર્ષની બાળકીને શ્વાને બચકાં ભરતા ચકચાર

  • Follow us on: