રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના ગોંદરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પોતાના ઘર આંગણે રમી રહેલી માત્ર 2 વર્ષની માસૂમ બાળકી પર રખડતા શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. કૂતરાએ બાળકીને પકડી પાડી તેના ચહેરાના ભાગે ગંભીર રીતે બચકાં ભર્યા હતા. બાળકીની ચીસાચીસ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે બાળકીને કૂતરાના મોઢામાંથી છોડાવી હતી. આ હુમલામાં બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી.


રખડતા શ્વાનો સામે તંત્ર લાચાર?

ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. જેતપુરમાં સતત વધી રહેલા શ્વાનોના ત્રાસને કારણે વાલીઓમાં પોતાના સંતાનોની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં રખડતા કૂતરાઓને ડબ્બે પૂરવા કે તેમના ખસીકરણ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના પરિણામે નિર્દોષ બાળકો ભોગ બની રહ્યા છે.

આ પણ વાંચો : Somnath News : મહાદેવના ચરણોમાં રાજ્યના મંત્રીઓ, ડૉ. પ્રઘુમન વાજા અને કૌશિક વેકરીયાએ કર્યા દર્શન

  • Follow us on: