ઉત્તરાયણના પર્વમાં પતંગની દોરીથી વાહનચાલકોના ગળા કપાવવાની જીવલેણ ઘટનાઓ બનતી હોય છે. આ જોખમને ટાળવા માટે મહેસાણામાં રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા એક વિશેષ 'સેફ્ટી ગાર્ડ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રેરણાદાયી અભિયાનમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી અને પોતે ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવીને નાગરિકોની સુરક્ષાનો સંદેશ આપ્યો હતો.
ઉત્તરાયણમાં સેફટી ગાર્ડ લગાવવાના અભિયાનમાં જોડાયા
રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન વાહનચાલકોના બચાવ માટે આ ઝુંબેશ ચલાવે છે. આ અભિયાન હેઠળ ટુ-વ્હીલર પર આગળના ભાગે લોખંડના સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે છે, જે પતંગની કાતલ દોરીને વાહનચાલકના ગળા સુધી પહોંચતી અટકાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં જાતે ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ ઇન્સ્ટોલ કરીને આ સુરક્ષા અભિયાનને વેગ આપ્યો હતો. તેમણે આ તકે જણાવ્યું હતું કે, તહેવારનો આનંદ ત્યારે જ જળવાય જ્યારે આપણે સાવચેતી રાખીએ.













