મહેસાણા-રાજસ્થાન હાઈવે પર આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અમદાવાદ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે રોંગ સાઇડમાં બસ હંકારી ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા 2 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 13 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
મહેસાણામાં ગમખ્વાર અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત એટલો જોરદાર હતો કે બસ અને ટ્રક બંનેના કુરચેકુરચા ઉડી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, લક્ઝરી બસનો ચાલક રોંગ સાઇડ પર પૂરઝડપે બસ ચલાવી રહ્યો હતો અને સામેથી આવતી ટ્રક સાથે ટકરાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.
