અરવલ્લીના મોડાસામાં ડમ્પરચાલકે બજારમાં પૂરઝડપે સર્જ્યો અકસ્માત અને ગાયનું મોત થતા ડમ્પરચાલક સામે લોકોમાં રોષ છે, બેદરકારી પૂર્વક ચલાવતા ડમ્પરો સામે અંકુશની માગ સ્થાનિકોએ કરી છે, સ્થાનિકોનું કહેવું છે કે, ગેરકાયદેસર રીતે ડમ્પરો દોડી રહ્યાં છે જેના કારણે પશુના મોત થાય છે.
મોડાસા શહેરમાં પુરઝડપે ફરતા ડમ્પરોથી ખતરો
પેલેટ ચોકડી પાસે ડમ્પરે ગાયને 300 ફૂટ ઢસડી છે અને ડમ્પર ચાલકે બજારમાં પુરઝડપે ચલાવી સર્જ્યો અકસ્માત, ગાયને કચડીને મોતને ઘાટ ઉતરતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે. બેદરકારી પૂર્વક ચલાવતા ડમ્પરો સામે અંકુશની માગણી કરાઈ છે, સ્થાનિકોનું કહેવું છે કે, ગેરકાયદેસર રીતે દોડતા ડમ્પરોના કારણે અનેક લોકોના જીવ અત્યાર સુધી ગયા છે.
