અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં CNG પંપ પાછળ આવેલા જંગલ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ CNG પંપ સુધી પહોંચવાની ભીતિને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


સાવચેતીના પગલાં અને ફાયર બ્રિગેડની કામગીરી

આગની ઘટનાની ગંભીરતાને જોતા સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી CNG પંપ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ટીમો ત્રણ વોટર બાઉઝર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા અને તેને કાબૂમાં લેવાના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે.

વન વિભાગની ઘોર બેદરકારી

જંગલ વિસ્તારમાં આગ જેવી ગંભીર ઘટના બની હોવા છતાં સ્થાનિક વન વિભાગને તેની જાણ પણ ન હોવાનું સામે આવતા વહીવટી તંત્રની મોટી બેદરકારી છતી થઈ છે. જંગલ વિસ્તાર હોવા છતાં વન વિભાગની ટીમ સમયસર ત્યાં પહોંચવામાં નિષ્ફળ રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Banaskantha: સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજા, 4 લાખનું વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ

  • Follow us on: