અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના માલપુર રોડ પર આવેલી એક સોસાયટીમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. મોડાસા તાલુકા પંચાયતની બિલકુલ સામે આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

માલપુર રોડ પર રહેણાંક મકાનમાં આગ

મળતી માહિતી મુજબ, માલપુર રોડ પર આવેલા આ મકાનમાં જ્યારે આગ લાગી ત્યારે જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાવા લાગી હતી. આગને કારણે મકાનમાં રહેલી તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મકાન માલિકને આ ઘટનામાં આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ફાયર વિભાગની કામગીરી

આગની જાણ થતા જ મોડાસા નગરપાલિકાના ફાયર ફાઈટરો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેના કારણે આસપાસના અન્ય મકાનોમાં આગ પ્રસરે તે પહેલાં જ અટકાવી શકાઈ હતી.

આ પણ વાંચો: Surat: કતારગામમાં ટીપી સ્કીમનો વિવાદ વકર્યો, રિઝર્વેશન હટાવવા 1 લાખ લોકો PM મોદીને લખશે પોસ્ટકાર્ડ