સુરતના કતારગામ વિસ્તારની ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં જમીન અને મિલકતો પર મૂકવામાં આવેલા રિઝર્વેશનના મામલે હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ રિઝર્વેશન દૂર કરવા માટે લાંબા સમયથી ચાલી રહેલી લડતમાં હવે સ્થાનિકોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરી છે.
સુરતમાં ટીપી રીઝર્વેશનનો મુદ્દો
28 ફેબ્રુઆરીકષ્ટ દૂર કરવા માટે સાંજે સામૂહિક હનુમાન ચાલીસા ના પાઠ.1 અને 2 માર્ચપ્રભાવિત લોકો દ્વારા બે દિવસના સામૂહિક ઉપવાસ. 3 માર્ચ નેતાઓ અને અધિકારીઓના 'અહંકાર'ની હોળી પ્રગટાવી અનોખો વિરોધ. 5 માર્ચ1 લાખથી વધુ પીડિતો દ્વારા PM નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખવામાં આવશે.
પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કરવાનો નિર્ણય
પ્રભાવિત લોકોનું કહેવું છે કે રિઝર્વેશનના કારણે તેઓ પોતાની જ મિલકતોનો ઉપયોગ કરી શકતા નથી કે તેના પર લોન જેવી સુવિધાઓ મેળવી શકતા નથી. અનેક વખત સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ દર વખતે માત્ર 'ખોટા આશ્વાસનો' જ આપવામાં આવ્યા છે. હવે જ્યારે કોઈ રસ્તો નથી બચ્યો ત્યારે રહીશોએ સીધા વડાપ્રધાન હસ્તક્ષેપ કરે તે માટે પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
અધિકારીઓ સામે રોષ
આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વહીવટી તંત્રના અધિકારીઓ અને સત્તાધીશોના અહંકારને કારણે સામાન્ય જનતા પીડાઈ રહી છે. આ અહંકારને તોડવા માટે જ હોળીના તહેવાર પૂર્વે જ 'અહંકારની હોળી' પ્રગટાવવાનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો: Ahmedabad: હીરાવાડી ચાર રસ્તા પાસેથી 3.64 લાખનું હશીસ ઝડપાયું, SMCએ બે લોકોની ધરપકડ કરી