અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના હજીરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. હજીરા વિસ્તારમાં આવેલા એક ખાનગી પેટ્રોલ પંપ પર ઉભેલા ટ્રક ડ્રાઇવર પર અજાણ્યા અસામાજિક તત્વોએ અચાનક હિંસક હુમલો કર્યો હતો. આ હુમલાની ચોંકાવનારી ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.


હજીરા વિસ્તારના ખાનગી પેટ્રોલ પંપ પર હુમલો

ટ્રક ડ્રાઇવર જ્યારે હજીરા પાસેના ખાનગી પેટ્રોલ પંપ પર હતો, ત્યારે અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને કોઈ પણ કારણ વગર અથવા જૂની અદાવતમાં ડ્રાઇવર પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. ડ્રાઇવરે આક્ષેપ કર્યો છે કે અજાણ્યા તત્વોએ તેને શારીરિક ઈજાઓ પહોંચાડી છે અને ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે હુમલાખોરો બેફામ બનીને ડ્રાઇવરને નિશાન બનાવી રહ્યા છે.

હુમલાની સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ

ઘટનાને પગલે સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભોગ બનનાર ડ્રાઇવર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મોડાસા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જાહેર સ્થળ પર બનેલી આ ઘટનાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: