અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ફરી એકવાર તસ્કર ટોળકીએ માથું ઊંચક્યું છે. શહેરની જાણીતી માણેકબા સોસાયટીમાં મોડી રાત્રે કુખ્યાત 'ચડ્ડી-બનિયનધારી' ટોળકી ત્રાટકી હોવાની ઘટના સામે આવી છે. જોકે, સોસાયટીના રહીશો સમયસર જાગી જતાં તસ્કરોને ખાલી હાથે ભાગવું પડ્યું હતું.


તસ્કર ટોળકીએ માથું ઊંચક્યું

રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરોએ સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચડ્ડી-બનિયનધારી ટોળકીના સભ્યો એક રહેણાંક મકાનનો મુખ્ય ગેટ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. આ ટોળકીએ સોસાયટીના એક ભાડે આપેલા બંધ મકાનને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

રહીશો જાગી જતાં તસ્કરો પલાયન

તસ્કરો જ્યારે ચોરીનો અંજામ આપવાની ફિરાકમાં હતા, ત્યારે જ મકાનમાં કઈક અવાજ થતાં આસપાસના રહીશો જાગી ગયા હતા. લોકોની અવરજવર અને અવાજ થતાં જ પકડાઈ જવાના ડરે તસ્કર ટોળકી ચોરી કર્યા વિના જ ત્યાંથી નાસી છૂટી હતી. રહીશોની સતર્કતાને કારણે લાખોની ચોરી થતી અટકી ગઈ હતી.

આ પણ વાંચો: Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચની મેગા ડ્રાઈવ, ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોના ઘરે પોલીસના દરોડા

  • Follow us on: