મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રેક્ટરને ઓવરટેક કરવાના પ્રયાસમાં બાઈક ચાલકે કાબૂ ગુમાવતા પાછળ બેઠેલો એક યુવક ટ્રેક્ટરના ટાયર નીચે આવી ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
ઓવરટેક કરવાનું પડ્યું ભારે
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક રેશલીયા ભીલ અને બાઈક ચાલક અજિત ધાણક બાઈક (GJ-13-KK-8178) પર જઈ રહ્યા હતા. ઘનશ્યામપુર ગામ પાસે તેઓએ ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે અચાનક બાઈક સ્લીપ થઈ જતાં પાછળ બેઠેલા રેશલીયાભાઈ રોડ પર પટકાયા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ક્ષણે તેઓ સીધા જ બાજુમાંથી પસાર થતા ટ્રેક્ટરના ટાયર નીચે આવી ગયા હતા.










