મોરબી ખાતે ચૂંટણી પંચની BLO (બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીમાં જોડાયેલા એક શિક્ષક અને BLO સુપરવાઇઝરની તબિયત અચાનક લથડી પડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીની નામાંકિત એલ.ઇ. કોલેજ (LE College)ના પ્રોફેસર અને BLO સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મનીષ જેઠવા ચૂંટણી સંબંધિત મહત્ત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા હતા. તેઓ SIR ફોર્મની ચકાસણીની કામગીરીમાં વ્યસ્ત હતા તે દરમિયાન જ તેમની તબિયત અચાનક બગડી હતી.


ફરજ દરમિયાન સ્વાસ્થ્ય જોખમાયું

સાથી કર્મચારીઓએ તાત્કાલિક તેમને સારવાર આપવાની વ્યવસ્થા કરી હતી અને પ્રોફેસર મનીષ જેઠવાને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચૂંટણીની કામગીરીમાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓ પર વધી રહેલા કામના ભારણ વચ્ચે આ પ્રકારની ઘટના બનતા અન્ય કર્મચારીઓમાં પણ ચિંતાનો માહોલ ફેલાયો છે. તંત્ર દ્વારા હાલમાં પ્રોફેસરની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ મેળવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Commonwealth Games 2030 in Ahmedabad : વૈશ્વિક રમતગમતના નકશા પર ભારતનું વધતું કદ, કોમનવેલ્થ રમતોમાં યજમાન દેશોનું પ્રભુત્વ 

  • Follow us on: