મોરબી શહેરમાં તસ્કરો હવે ધોળા દિવસે પણ ચોરીના પ્રયાસો કરતા અચકાતા નથી. ગઈકાલે મોરબીમાં એક રિક્ષામાંથી ચોરી કરવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. જોકે, આસપાસના લોકોની સતર્કતાને કારણે તસ્કર પોતાના મનસૂબામાં સફળ રહ્યો નહોતો અને તેણે ત્યાંથી ભાગવું પડ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
મોરબીમાં એક રિક્ષામાંથી ચોરી કરવાનો પ્રયાસ
મળતી વિગતો અનુસાર, ગઈકાલે એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષા ઊભી રાખી હતી, તે દરમિયાન એક અજાણ્યો ઇસમ રિક્ષા પાસે આવ્યો હતો. આ શખ્સે રિક્ષામાં રાખેલી કોઈ કિંમતી વસ્તુ કે રોકડ ચોરવાના ઈરાદે રિક્ષાની અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.










