મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં એસઓજી (SOG) પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મોટા પ્રમાણમાં વિસ્ફોટકોનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ વિસ્ફોટકોનો ઉપયોગ સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન કરવા માટે બ્લાસ્ટ કરવા માટે કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે.
ભારે માત્રામાં વિસ્ફોટકો કબ્જે
પોલીસની તપાસ દરમિયાન સતાપરથી અદેપર જવાના રસ્તે આવેલી સરકારી જમીન પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પોલીસે 475 નંગ જીલેટીન સ્ટીક, 75 નંગ ડિટોનેટર વિસ્ફોટ માટે વપરાતા વાયર અને અન્ય સામગ્રી,એક બોલેરો ગાડી અને મોબાઈલ ફોન કુલ મળીને 3.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે આ સ્થળ પરથી મુદ્દામાલ જપ્ત કર્યો છે.
