મોરબીમાં રાજ્ય જીએસટી વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ પાંચ જેટલા જુદા જુદા સ્થળો પર મેગા દરોડા પાડવામાં આવતા સિરામિક ઉદ્યોગ અને વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.
મોરબીમાં પાંચ સ્થળોએ GSTના દરોડા
જીએસટી વિભાગની રડારમાં છેલ્લા ઘણા સમયથી રહેલા આ એકમો પર કરચોરીની શંકાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. દરોડા પાડવામાં આવેલા મુખ્ય સ્થળો નીચે મુજબ છે. અહીં આવેલા પ્લેટિનિયમ સીરામીક અને આર્ટ ટાઇલ્સના યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા છે. અહીં આવેલી ત્રણ જેટલી આંગડિયા પેઢીઓ પર પણ જીએસટીની ટીમે દરોડા પાડીને તપાસ શરૂ કરી છે.










