મોરબીના રાજકોટ બાયપાસ રોડ પર ગત 10 ફેબ્રુઆરીએ સર્જાયેલા એક ગંભીર અકસ્માતના CCTV ફૂટેજ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ટક્કર વાગતા જ સ્કૂટર સવાર યુવાનો રોડ પર પટકાયા હતા, જેમાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે.

ગંભીર અકસ્માતના CCTV ફૂટેજ વાયરલ 

વિગતવાર માહિતી મુજબ, ફરિયાદી મૌલિકભાઈ વીરપરિયા અને તેમના કૌટુંબિક ભાઈ કુલદીપભાઈ વેકરીયા બંને સ્કૂટર પર સવાર થઈને કોઈ માઠા પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન રાજકોટ બાયપાસ પાસે એક પૂરપાટ ઝડપે આવતી અજાણી કારે તેમના સ્કૂટરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે કુલદીપભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી બ્રેઈન હેમરેજ થયું છે, જ્યારે મૌલિકભાઈને પણ ઈજાઓ પહોંચી છે.

પોલીસ ફરિયાદ અને તપાસ

અકસ્માત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પર ઊભો રહેવાને બદલે ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મૌલિકભાઈએ આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વાયરલ થયેલા CCTV ફૂટેજ કબ્જે કર્યા છે અને તેના આધારે કારના નંબર અને ચાલકની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Patan: જિલ્લા કોર્ટમાં વકીલો પર ધારિયા વડે ખૂની હુમલાનો પ્રયાસ, સુરક્ષામાં મોટી ચૂક સામે આવતા વકીલો હડતાલ પર