મોરબી જિલ્લામાંથી એક અકસ્માતના સમાચારો સામે આવ્યા છે. જેમાં એક કારચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવીને એક બાઈક ચાલકને ટક્કર મારવામાં આવી હતી. આ અકસ્માતમાં બાઈકચાલકનું મોત થયું છે. જે કારણે લોકોમાં રોષ અને શોકની લાગણી ફેલાઈ છે. રફ્તારનો રાક્ષસ વધુ એક જિંદગી ગળી જતા ગામનો માહોલ ગમગીન બન્યો છે.
આધેડ બાઈકચાલકનું મોત નીપજ્યું
ઘટનાની મળતી વિગતો અનુસાર, મોરબીમાં આવેલા પંચાસર રોડ પર એક કાર ચાલક પૂર ઝડપે કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન કાર ચાલકે આગળ જઈ રહેલી બાઈકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડ બાઈકચાલકનું મોત નીપજ્યું છે. આ બાઈક ચાલકનું નામ શિવાભાઈ કાનાણી છે. તેમને અકસ્માતમાં ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેંડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.આ અકસ્માતના CCTV સામે આવ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.













