મોરબીમાં જનતા રેડ બાદ 5 સામે ફરિયાદ નોંધાઈ હતી, બુટલેગર રાજેશ ચાવડા સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ હતી અને વીરવીદરકા ગામના પાટીયા પાસે જનતા રેડ કરવામાં આવી હતી. પોલીસે 150 લિટર દેશી દારૂ સ્કોર્પિયો સહિત 10 લાખ 30 હજારના મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી રાજેશ ચાવડા, ઈરફાન સહિત 5 સામે ગુનો દાખલ કર્યો છે.


[[$googlead]]

ગઈકાલે સાંજે વિર વદરકા ગામના પાટીયા પાસે ગ્રામજનોએ કરી હતી જનતા રેડ

મોરબી જિલ્લામાં કથિત દારૂબંધીના ધજાગરા વચ્ચે સ્થાનિક જનતાએ અસાધારણ પગલું ભર્યું છે. મોરબી-માળીયા હાઇવે રોડ પર આવેલા વીરવીદરકા ગામના પાટીયા નજીક સ્થાનિક લોકોએ જાતે જ એક 'જનતા રેડ'નું આયોજન કરીને દારૂના મોટા જથ્થાને ઝડપી લીધો છે. મળતી માહિતી અનુસાર, રવિવારે સાંજે હાઇવે પરથી પસાર થતી એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડી પર સ્થાનિકોની નજર પડી હતી.

દેશી દારૂનો આશરે 500 લીટર જેટલો મોટો જથ્થો ઝડપાયો

વાહનનું ચેકિંગ કરતાં અંદરથી દેશી દારૂનો આશરે 500 લીટર જેટલો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે દારૂબંધીના દાવાઓ સામે ગંભીર સવાલ ઉભો કરે છે. જથ્થો ઝડપાયા બાદ, જનતા દ્વારા તાત્કાલિક માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં પોલીસની ધીમી ગતિએ પણ સ્થાનિકોમાં રોષ પેદા કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, માત્ર સાત કિલોમીટરનું અંતર હોવા છતાં, પોલીસને ઘટનાસ્થળે પહોંચવામાં લગભગ પોણો કલાક જેટલો સમય લાગ્યો હતો.

[[$alsoread]]


આ પણ વાંચો : Bhavnagar News : ભાવનગરમાં PM આવાસના મકાન ભાડે આપનાર સામે તવાઇ, BJPના મહિલા કોર્પોરેટરે પણ પોતાનું આવાસ આપ્યું હતું ભાડે



  • Follow us on: