મોરબીના પીપળીયા નજીક ટ્રકે પદયાત્રીઓને અડફેટે લીધા છે જેમાં 4ના ઘટના સ્થળે મોત થયા છે, એક ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે, તો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, ટ્રક ચાલકની અટકાયત કરી હોવાની વાત સામે આવી છે.
દિયોદરથી દ્વારકા જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત
મોરબી જિલ્લામાં એક કરૂણ ઘટના બની છે, જેમાં દિયોદરથી ચાલતો પગપાળા સંઘ દ્વારકા જઈ રહ્યો હતો તે દરમિયાન ફુલ સ્પીડમાં આવી રહેલા ટ્રકે ચાર પદયાત્રીઓને અડફેટે લેતા તેમના મોત થયા છે, એક વ્યકિત ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, પોલીસે હાલમાં સમગ્ર ઘટનામાં આસપાસના સીસીટીવી પણ ચેક કર્યા છે અને વધુ તપાસ હાથધરી છે.
મોરબીના પીપળીયા નજીક ચાર રાહદારીઓના મોત
પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, બનાસકાંઠાથી સંઘ નીકળ્યો હતો અને દ્વારકા તરફ જઈ રહ્યાં હતા, મૃતદેહ પીએમ થયા બાદ પરિજનોને સોંપવામાં આવશે, આસપાસના સ્થાનિકો પણ મદદે દોડી આવ્યા હતા, તો ટ્રક ચાલકે નશો કરીને ટ્રક ચલાવ્યો હતો કે પછી બીજી કઈ રીતે અકસ્માત થયો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
અકસ્માતમાં મોતને ભેટરનાર વ્યકિત
1) ચૌધરી દિલીપભાઈ રાયભાઈ, 28, અધાગામ (દેવર)
2) ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ, 28, અધાગામ (દેવર)
3) ચૌધરી ભગવાનભાઈ લાલભાઈ, 65, નયા દેવદર (બનાસકાંઠા)
4) ચૌધરી અમજાભાઈ લાલભાઈ, 62, નાના દેવદર (બનાસકાંઠા)
આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં પાનમ યોજનાના વિવાદનો આવશે અંત ! સિંચાઇ વિભાગે પાલિકાને 4733 કરોડનું બિલ આપ્યું હતું