વડોદરા મહાનગર પાલિકા અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે વર્ષોથી પાનમ યોજનાના કરાર અંતર્ગત રૂા. ૪,૭૦૦ કરોડ ઉપરાંતના બાકી બિલને લઈ ચાલી રહેલા વિવાદ મુદ્દે આજે મુખ્યમંત્રીએ સ્થાનિક ધારાસભ્યો, VMCના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર સાથે ચર્ચા થઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવતા વર્ષોથી ચાલતા આ વિવાદનો અંત આવે, તેવું દેખાઈ રહ્યું છે.


રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ અને VMCએ વર્ષો પૂર્વે પાનમ યોજના હેઠળ કરાર કર્યા હતા

જે અંતર્ગત VMC દ્વારા મહિસાગર નદી ખાતે આવેલા ફાજલપુર, રાયકા, દોડકા અને પોઈચા ફ્રેન્ચવેલમાંથી પાણી લેવામાં આવતું હતું. જે લોકોને પહોંચાડવામાં આવતું હતું. કરાર મુજબ મહિસાગર નદીમાંથી પાણી લેવા માટે સિંચાઈ વિભાગને દર મહિને મ્યુનિ.કોર્પોરેશન ચૂકવણું કરતું હતું. ત્યારબાદ વિવાદ થતાં સિંચાઈ વિભાગે કરાર તોડી નાંખી પાનમ યોજનાના બાકી રૂપિયાનું બિલ આપવાનું શરૂ કર્યું હતું. જેમાં વ્યાજ, પેનલ્ટી અને બાકી બિલની રકમ સાથે આંકડો રૂા. ૪,૭૩૩ કરોડ પર પહોંચી ગયો હતો.

આ રકમ ભરવા માટે VMCને સિંચાઈ વિભાગે નોટીસ આપી હતી.

બીજી તરફ VMC દ્વારા આટલી મોટી રકમ ભરવાની થતી જ નથી, તેવું કહી બિલ ભરવામાં આવતું નથી. જયારે સિંચાઈ વિભાગ વારંવાર બિલ મોકલી ઉઘરાણી કરે છે. જેથી આ વિવાદનો અંત લાવવા આજે રાજ્ય મંત્રી મનીષાબેન વકીલ, મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કેયુર રોકડિયા, મેયર પિન્કીબેન સોની, ડે.મેયર ચિરાગ બારોટ, ચેરમેન, ડૉ. શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ, નેતા મનોજ પટેલ, શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની અને મ્યુનિ.કમિશનર અરૂણ મહેશ બાબુ ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા ગયા હતા.


આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢ જેલનો સ્ટાફ કેદીઓ પાસે માંગે છે રૂપિયા ! છેતરપિંડીના કેસના કેદીએ ટીકડા પી આપઘાતનો કર્યો પ્રયાસ


  • Follow us on: