મોરબી શહેરમાં પીપળી-જેતપર રોડ પર અલગ-અલગ સોસાયટીના રહીશો દ્વારા ચક્કાજામ કરવામાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
બિલ્ડર સામે પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી
આ સોસાયટીઓના રહિશોએ આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે બિલ્ડરે છેતરપિંડી કરી હોવા છતાં બિલ્ડર સામે પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી
પોતાનો ઉગ્ર રોષ રજૂ કર્યો
માનસધામ 1,2, ત્રિલોકધામ સોસાયટીના લોકો સવારના સમયે રસ્તા પર જ બેસી ગયા હતા અને ટ્રાફિક અટકાવીને ચક્કાજામ કર્યો હતો અને પોતાનો ઉગ્ર રોષ રજૂ કર્યો હતો.
400 મકાનધારકો સાથે છેતરપિંડી કરવામાં આવી
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, બિલ્ડરો દ્વારા આશરે 400 મકાનધારકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે, છતાં પોલીસે કેસમાં યોગ્ય કાર્યવાહી કરી નથી.
બિલ્ડરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
પહેલાથી જ મકાનધારકો દ્વારા બિલ્ડરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કાર્યવાહી ન થતાં તેઓએ માર્ગ પર ચક્કાજામ કરવાનો નિર્ણય લીધો.
કલેકટર કચેરીમાં ધરણાં પર બેસીને પણ રજૂઆત કરી હતી
મકાનધારકોએ મોરબી કલેકટર કચેરીમાં ધરણાં પર બેસીને પણ રજૂઆત કરી હતી, પરંતુ પોલીસ અને તંત્રની કામગીરીથી સંતોષ ન મળતા વિરોધ શરૂ થયો છે.
આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે બિલ્ડરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો---- Surat : મહિલા પેસેન્જરની દાદાગીરી, BRTS બસના ડ્રાઇવર પર હુમલો, ડ્રાઇવરે બસ ઉભી રાખવાની ના પાડતા મામલો બિચક્યો










