વાંકાનેર સીટી પોલીસ મથકની ટીમ જ્યારે રાત્રિના સમયે વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી, ત્યારે આ હિંસક ઘટના બની હતી. ફરજ પર તૈનાત PSI એ.પી. મેવાડાએ એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે કાયદાનો ડર રાખ્યા વિના વાહન ભગાડ્યું હતું.


વાંકાનેરમાં પોલીસ પર હુમલાનો મામલો

મળતી માહિતી મુજબ, PSI મેવાડા નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે GJ 13 NN 6919 નંબરની કાર ત્યાંથી પસાર થઈ હતી. પોલીસ અધિકારીએ કાર રોકવા જતાં આરોપીઓએ કાર ઉભી રાખવાને બદલે પૂરઝડપે હંકારી મૂકી હતી. આ દરમિયાન PSI કાર સાથે અથડાયા હતા અને કાર ચાલકે તેમને લાંબે સુધી ઢસડ્યા હતા.આ હુમલામાં PSI મેવાડાને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

PSI એ.પી. મેવાડાએ પોતે આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને જીવલેણ હુમલાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. સુનિલ ઉનેચા (ધરપકડ),નયન ઝખવાડીયા (ધરપકડ),મયંક વાલાણી (તપાસ ચાલુ) પોલીસે અત્યાર સુધીમાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને અન્ય એકની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડક કાયદાકીય પગલાં ભરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara: ગુજરાતના DGP કે.એલ.એન. રાવ વડોદરામાં, ક્રાઇમ કોન્ફરન્સ અને નાર્કોટિક્સ જાગૃતિ અભિયાનનો પ્રારંભ

  • Follow us on: