રાજ્યના DGP કે.એલ.એન. રાવ આજે વડોદરા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શિસ્તબદ્ધ પરંપરા મુજબ તેમને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેઓ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ભવિષ્યના સુરક્ષા પ્લાનિંગ અંગે ચર્ચા કરશે.
ક્રાઇમ કોન્ફરન્સ અને સુરક્ષા સમીક્ષા
DGP રાવ વડોદરાના પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સમાં હાજરી આપશે. શહેરમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડવા માટે લેવાયેલા પગલાંની સમીક્ષા. વડોદરાની વર્તમાન સુરક્ષા સ્થિતિ અને ટ્રાફિક તેમજ અન્ય આંતરિક સુરક્ષાના પડકારો અંગે માર્ગદર્શન. પોલીસિંગમાં આધુનિક ટેકનોલોજી અને સીસીટીવી નેટવર્કને વધુ અસરકારક બનાવવા પર ભાર.










