મોરબી શહેરમાંથી એક એવી ભયાનક અને વિકૃત ઘટના સામે આવી છે, જેને સાંભળીને કોઈપણ વ્યક્તિનું કાળજું કંપવા ઉઠે. અહીં એક પિતાએ આર્થિક તંગી અને મકાનભાડું ન હોવાના કારણે પોતાની જ સગી દીકરીને મકાન માલિક સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આટલું જ નહીં, મકાન માલિકે હવસની તમામ હદો પાર કરીને આ યુવતી તેમજ તેની સગીર વયની પુત્રી (પિતાની દોહીત્રી) પર પણ દુષ્કર્મ આચર્યું હતું.

માતાએ હિંમત દાખવી નોંધાવી ફરિયાદ

આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીની માતાને જ્યારે આ કરતૂતની જાણ થઈ, ત્યારે તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. માતાની ફરિયાદના આધારે પોલીસે કળિયુગી પતિ, હેવાન મકાન માલિક અને તેના એક સાગરીત સહિત કુલ ત્રણ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

પોલીસે આરોપીઓને દબોચ્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોરબી પોલીસે તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ પીડિતાના નરાધમ પિતા અને મુખ્ય આરોપી મકાન માલિકની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક સાગરીતને ઝડપી પાડવા માટે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર મોરબી પંથકમાં આ નરાધમો પ્રત્યે ભારે ફિટકારની વર્ષા થઈ રહી છે અને લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Banaskantha: ઇકબાલગઢ પાસે મોડી રાત્રે બે જુદા-જુદા અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી