મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પતિએ તેની પૂર્વ પત્ની બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જઈને પોતાની પત્નીની હત્યા કરી નાખી છે. ગત ૮મી એપ્રિલની રાત્રિએ બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
લજાઈ ગામે પતિએ પત્નીની કરી હત્યા
મળતી વિગતો મુજબ, આરોપી સંજય ગોવિંદ ભોજવિયાની પૂર્વ પત્નીએ આઠ વર્ષ પહેલાં અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. આ બાબતને લઈને સંજય અને તેની હાલની પત્ની શકુબેન વચ્ચે વારંવાર માથાકૂટ થતી હતી. ગત રાત્રે આ મામલે ફરી ઝઘડો ઉગ્ર બનતા સંજયે શકુબેનને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને હત્યા કર્યા બાદ પત્નીના મૃતદેહને ઘરની બહાર ફેંકી દીધો હતો.
