મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટાભેલા ગામે લોહીના સંબંધોને લજવતી એક ઘટના બની છે. જેમાં એક પુત્રએ સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈને પોતાના જ વૃદ્ધ પિતાની કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. કામધંધા બાબતે પિતાએ શિખામણ આપી તે પુત્રને ન ગમતા તેણે આ હિંસક કૃત્ય આચર્યું હતું.
માળિયામાં પુત્રએ પિતાની હત્યા કરી
મળતી માહિતી મુજબ, મોટાભેલા ગામે રહેતા 85 વર્ષીય જીવણભાઈ સોમાણીએ તેમના પુત્ર પ્રવિણ ઉર્ફે પવાને કામધંધા બાબતે ઠપકો આપ્યો હતો. પિતા તેને નકામો રખડવાને બદલે કોઈ કામ વળગવા બાબતે ટોકતા હતા. આ સામાન્ય વાતમાં આવેશમાં આવી ગયેલા પુત્ર પ્રવિણે ઘરમાં રહેલી કુહાડી વડે પિતા પર જીવલેણ હુમલો કરી દીધો હતો.
