ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના જવાહરનગર વિસ્તારમાં લુખ્ખાઓની દાદાગીરી સામે આવતાં સ્થાનિક વેપારીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, વિસ્તારના એક વેપારીને પ્રતિક સોલંકી નામના વ્યક્તિએ ખુલ્લેઆમ જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આટલું જ નહીં, પ્રતિક સોલંકીએ વેપારી પર ખોટા એટ્રોસિટીના કેસ લગાવવાની પણ ધમકી આપી હોવાનો ગંભીર આરોપ છે.
'પ્રતિક સોલંકી'નો આતંક
પ્રતિકના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને ડરના માર્યા વેપારીએ પોતાની દુકાન પણ ખોલવાનું બંધ કરી દીધું છે, જેના કારણે તેમના પરિવારની આજીવિકા પર અસર પડી છે. વેપારી અને તેમના પરિવારે આખરે હિંમત દાખવીને નડિયાદ પોલીસ મથકમાં આ અંગે સત્તાવાર રજૂઆત કરી છે. વેપારીની રજૂઆતને પગલે પોલીસે આ મામલે ગંભીરતાથી પગલાં લેવાની અને ધમકી આપનાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.













