ગુજરાતમાં યોજાયેલી એક બેઠક બાદ મંત્રીઓના ભોજનને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર DyCM હર્ષ સંઘવીએ આકરો જવાબ આપ્યો છે. તેમણે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા છે. હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, બેઠકમાં આવેલા તમામ લોકો, જેમાં મંત્રીઓ પણ સામેલ હતા, તેઓ રાજચંદ્ર આશ્રમ ખાતે રોકાયા હતા.
ભોજન પરની રાજનીતિ
આ દરમિયાન મંત્રીઓએ જે ભોજન લીધું, તે સામાન્ય લોકોની સાથે જ બેસીને લીધું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે મંત્રીઓએ ભોજનમાં દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત સ્વાદિષ્ટ ભોજન ઉંબાડીયું જમ્યું હતું. સંઘવીએ ભારપૂર્વક કહ્યું કે, કોંગ્રેસ જે ભ્રામક વાતો ફેલાવી રહી છે, તેમાં કોઈ તથ્ય નથી. ઉંબાડીયું દક્ષિણ ગુજરાતની એક વિશેષ વાનગી છે, અને તેના થકી ઘણા લોકો રોજગારી મેળવી રહ્યા છે. આ પ્રકારના આક્ષેપો કરીને કોંગ્રેસ માત્ર રાજનીતિ કરી રહી છે.













