ભરૂચના લોકપ્રિય સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા મનસુખ વસાવાએ ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવે તેવા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે રાજ્યમાં કેટલાક ભાજપ (BJP) અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ સેટિંગ કરીને મોટાપાયે 'તોડ' (ભ્રષ્ટાચાર) કરી રહ્યા છે. વસાવાએ AAPના નેતાઓ પર સીધો હુમલો કરતા કહ્યું કે, ખાસ કરીને ટ્રાયબલ (આદિવાસી) વિસ્તારોમાં AAPના નેતાઓ નાક દબાવીને પૈસા માંગતા હોય છે અને તેમને તોડપાણી કરવામાં સહેજ પણ શરમ આવતી નથી.


કેવડિયા જમીન કૌભાંડમાં ખુલાસો?

તેમણે એક AAP નેતા પર આક્ષેપ કરતા કહ્યું કે, નિરંજન વસાવા અને તેમના પત્નીએ કેવડિયામાં કરોડો રૂપિયાની જમીન ખરીદી છે અને એક AAP નેતાએ તેમની પાસે રૂ. 75 લાખની માંગણી પણ કરી હતી. તેમણે અન્ય એક AAP નેતાએ રૂ. 50 લાખનો તોડ કર્યાનો પણ આક્ષેપ કર્યો છે. સાંસદ વસાવાએ ચેતવણી આપી છે કે જો આવી રીતે તોડપાણી ચાલશે તો રાજ્યનો વિકાસ રૂંધાશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ ભલે તેમની સાથે ફરનારો હોય, તેઓ તેને પણ નહીં છોડે.

આ પણ વાંચો : Dwarka News : પૈસાની લેતી-દેતીમાં યુવકનું અપહરણ કરી આરોપીઓએ લૂંટ ચલાવી, પોલીસે એક શખ્સને દબોચી લીધો

  • Follow us on: