કોઈપણ સામાજિક સંગઠન માટે 100 વર્ષષ સુધી સક્રિય રહીને સમાજ ઉત્થાનનું કાર્ય કરવું એ એક વિરલ સિદ્ધિ છે. નર્મદા નદીના કાંઠે વસેલા રાજપૂત સમાજનું પ્રતિષ્ઠિત સંગઠન "રેવાકાંઠા રાજપૂત પરિષદ" આજે તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કરી ઇતિહાસ રચી રહ્યું છે. 25 ડિસેમ્બર, 1925 ના રોજ સ્થપાયેલું આ સંગઠન પંચમહાલ, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, ભરૂચ અને સુરત જેવા જિલ્લાઓના રાજપૂત પરિવારોને એક તાંતણે બાંધે છે.

ભવ્ય ઇતિહાસ અને સેવાકીય પ્રદાન

આ પરિષદની શરૂઆત રજવાડાઓના સમયમાં રાજા-મહારાજાઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તત્કાલીન મુંબઇ રાજ્યથી લઇને આજના આધુનિક ગુજરાત સુધી, આ સંગઠને શિક્ષણ, સામાજિક સુધારા અને આર્થિક વિકાસના ક્ષેત્રે પાયાનું કામ કર્યુ છે. કુરિવાજો નાબૂદ કરવા અને તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આ સંસ્થા અગ્રેસર રગી છે. હાલમાં જ આ સંગઠન મુખ્ય પરિષદ ઉપરાંત મહિલા પાંખ અને યુવા પાંખ એમ ત્રણ સ્તરે કાર્યરત રહ્યા છે.

શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઇ

 આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે આગામી ૯ જાન્યુઆરીના રોજ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં,આધ્યાત્મિક શક્તિ માટે ૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ. સમાજના શ્રેષ્ઠીઓ અને ભૂતપૂર્વ પ્રમુખોનું વિશેષ બહુમાન. ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીરની જોડી સાથે લોક-ડાયરાની જમાવટ. સમાજના યુવાનો દ્વારા એક ભવ્ય બાઈક રેલીનું આયોજન. રેવાકાંઠા રાજપૂત પરિષદનો આ શતાબ્દી મહોત્સવ માત્ર એક ઉજવણી નથી, પરંતુ આવનારી પેઢી માટે સામાજિક એકતા અને સેવાના વારસાને જાળવી રાખવાની પ્રેરણા છે.

આ પણ વાંચોઃ Chhota Udepur: કેસરીયા રેલીમાં ગાયની એન્ટ્રી, કવાંટમાં ભાજપની સભા પહેલા મચી નાસભાગ