નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા કારવણ ગામથી નર્મદા જિલ્લામાં કામ અર્થે આવેલા ત્રણ યુવકો માટે નર્મદા નદી કાળ સાબિત થઈ છે. સિસોદરા અને ઓરી ગામ વચ્ચે નર્મદા નદીમાં ન્હાવા પડેલા આ ત્રણેય યુવકો ડૂબી જવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


AC રિપેર કરવા આવ્યા હતા યુવકો

ઘટનાની મળતી માહિતી અનુસાર, કારવણના આ ત્રણ શખ્સો સિસોદરા ગામની મસ્જિદમાં AC રિપેરિંગના કામ માટે આવ્યા હતા. બપોરના સમયે અસહ્ય ગરમી હોવાથી ત્રણેય મિત્રો ગરમીથી રાહત મેળવવા નજીક વહેતી નર્મદા નદીમાં ન્હાવા માટે ગયા હતા. જોકે, નદીના ઊંડા પાણીમાં ઉતર્યા બાદ ત્રણેય યુવકો અચાનક લાપતા થઈ ગયા હતા.

તંત્રની કામગીરી સામે ગ્રામજનોનો રોષ

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. રાજપીપલા ફાયર રેસ્ક્યુ ટીમ અને NDRF ની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જોકે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, ઘટનાના 2 કલાક વીતી જવા છતાં રેસ્ક્યુ ટીમ સમયસર ન પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જવાનો દ્વારા નદીના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો - Narmada : ડેડિયાપાડામાં DyCM હર્ષ સંઘવીની સભા, મનસુખભાઈ તો આખી પીચે બેટિંગ કરે છે, અડધી પીચે બેટિંગ કરશે તો ગ્રાઉન્ડની બહાર બોલ જશે


  • Follow us on: