આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે નવસારી ખાતે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા દેશવ્યાપી 'જલોત્સવ'નો પ્રારંભ નવસારીની ધરતી પરથી કરવામાં આવ્યો હતો.


જળસંચયનો સંદેશ અને પ્રતિજ્ઞા

કાર્યક્રમ દરમિયાન મંત્રી સી.આર. પાટીલે ઉપસ્થિત મહિલાઓને સંબોધતા જળસંચયનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, "જળ એ જ જીવન છે અને મહિલાઓ જળ વ્યવસ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે." આ સંદેશ સાથે તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ પાસે જળસંચય માટેની વિશેષ પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.

8 થી 22 માર્ચ સુધી જલોત્સવની ઉજવણી

આ દેશવ્યાપી જલોત્સવ કાર્યક્રમ અંતર્ગત આગામી 8મી માર્ચથી 22મી માર્ચ દરમિયાન વિવિધ જળ સંરક્ષણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ જળ બચાવ અને જળ સંચય વિશે જનજાગૃતિ ફેલાવવાનો છે.

મહિલાઓનું સન્માન

કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી નરેશ પટેલ અને ઈશ્વરસિંહ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા દિવસ નિમિત્તે જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું મંત્રીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. નવસારીથી શરૂ થયેલો આ જલોત્સવ દેશભરમાં જળ સુરક્ષા માટે નવી દિશા આપશે તેવો વિશ્વાસ મંત્રીઓએ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: Dahod: શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવી વિરુદ્ધ ગરબાડા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ


  • Follow us on: