નવસારીમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં નરેશ પટેલનું કહેવું છે કે, કુપોષણનો મુદ્દો ગહન ચિંતાનો વિષય છે અને દીકરીને 21 વર્ષે જ લગ્ન કરાવવા મંત્રીની ટકોર છે, સહિયારા પ્રયત્નોથી કુપોષણને દૂર કરી શકાશે તેવું મંત્રી નરેશ પટેલનું કહેવું છે, મંત્રીએ વધુમાં તે પણ કહ્યું કે, વલસાડ જિલ્લામાં 18000 બાળકો કુપોષિત છે.
નાગરીકોની ખાન-પાનની ટેવો સુધારે તે આજની તાતી જરૂરીયાત
કુપોષણ એ સતત બદલાતી પરિસ્થિતિ છે ત્યારે નાગરિકોમાં જનજગૃતિ માટે રાજ્ય સરકારે મકકમ નિર્ધાર કરીને કુપોષણ મુકત ગુજરાતના નિર્માણનું લક્ષ્ય સેવ્યું છે. પોષણ સ્તરમાં સુધાર માટે નાગરીકોની ખાન-પાનની ટેવો સુધારે તે આજની તાતી જરૂરીયાત છે. દરેક વ્યક્તિએ પોતાના આરોગ્ય અને પોષણ માટેની જાગૃતિ કેળવવી પડશે.
કુપોષણ નિવારવા પ્રયાસો
રાજય સરકારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો અને મહિલાઓના પોષણમાં સુધારો કરવા અને કુપોષણ ઘટાડવાના હેતુથી અનેકવિધ નવતર પહેલો હાથધરી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, સામુદાયિક ભાગીદારીતા એમ બહુવિઘ આયામો દ્વારા કુપોષણ નિવારવા માટે સરકાર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ૨૦૨૧ માં શરૂ કરાયેલ પોષણ ટ્રેકર એપ્લિકેશન આંગણવાડી કેન્દ્રો અને પોષણ ટ્રેકરનું સ્ટેટ ડેશબોર્ડથી રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે, જેનાથી વૃદ્ધિની દેખરેખ અને પૂરક પોષણ વિતરણનું નિરીક્ષણ કરવામાં આવે છે.પોષણ અભિયાન અંતર્ગત પોષણ સંબંધિત સૂચકાંકો પર ડેટા જનરેટ કરવા માટે કેન્દ્રીય પ્લેટફોર્મ પોષણ ટ્રેકરનો ઉપયોગ કરે છે. જેમાં ઓછું વજન, દૂબળાપણું અને ઠીંગણાપણું, પૂરક પોષણનું વિતરણ, ગૃહ મુલાકાતો અને સમુદાય આધારિત કાર્યક્રમોની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયમિતપણે સમીક્ષા કરવામાં આવે છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરાયેલી પહેલો
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભૂખમરાને નામશેષ કરવાની પહેલ.સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS) યોજના હેઠળ છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સગર્ભા તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ, રસીકરણ, આરોગ્ય તપાસ અને રેફરલ સેવાઓ પૂરી પાડે છે. ૬ મહિનાથી ૩ વર્ષના બાળકોને ટેક-હોમ રાશન અને ૩-૬ વર્ષના ગરમ રાંધેલું ભોજન પૂરક પોષણ તરીકે આપવામાં આવે છે.
Surat News : Ahmedabad News : અમદાવાદ શહેર-જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં 7 ડિસેમ્બરના રોજ તમામ મતદાન મથકો પર વિશેષ કેમ્પ યોજાશે