નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મિત્રતાને લાંછન લગાડતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક સગીરા પર તેના જ મિત્રો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સગીરાના પરિચિત મિત્રો તેને લલચાવી-ફોસલાવીને કોઈ અવાવરુ સ્થળે લઈ ગયા હતા, જ્યાં તેની મરજી વિરુદ્ધ આ અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ આખી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિત સગીરાએ હિંમત ભેગી કરીને પોતાની માતાને નરાધમો દ્વારા કરવામાં આવેલા કૃત્યની જાણ કરી હતી.


મિત્રતાના નામે કલંક

પુત્રીની આપવીતી સાંભળી હેબતાઈ ગયેલી માતાએ તાત્કાલિક વાંસદા પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર મામલાને જોતા પોલીસ તંત્ર પણ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલા તમામ 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ દ્વારા સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી આરોપીઓ વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મની કલમો હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Banaskantha News : ધાનેરામાં ઓરીનો ભરડો, 9 પોઝિટિવ કેસ નોંધાતા ગાંધીનગરથી આરોગ્ય કમિશનર દોડી આવ્યા

  • Follow us on: