નવસારી જિલ્લામાંથી માનવતા અને પવિત્ર સંબંધોને લજવતો એક અત્યંત ઘૃણાસ્પદ અને કાળજા કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. જે પિતાના સાયડામાં દીકરી સુરક્ષિત અનુભવતી હોય છે, તે જ પિતા રાક્ષસ બન્યો હોવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. નવસારીમાં એક નરાધમ પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર દીકરી પર સતત ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. આ મામલે પીડિતાની માતાએ હિંમત દાખવી નરાધમ પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સગીરા પોતાની માતા આગળ રડી પડી
ઘટનાની મળતી વિગતો અનુસાર, પાપી પિતાની હવસનો ભોગ બનેલી 14 વર્ષીય માસૂમ સગીરા આ અસહ્ય અત્યાચારથી અંદરથી તૂટી ગઈ હતી. આખરે નરાધમ પિતાની હેવાનિયત સામે સગીરા પોતાની માતા આગળ રડી પડી હતી અને આખી આપવીતી જણાવી દીધી હતી. દીકરીના મોઢે સગા પિતાના જ આ કાળા કરતૂતો સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ સહેજ પણ મોડું કર્યા વિના તાત્કાલિક પોલીસ મથકે પહોંચીને પોતાના જ પતિ વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.













