બીલીમોરા શહેરના વ્યસ્ત ગણાતા સોમનાથ રોડ પર બે મોટરસાયકલ અને એક કાર વચ્ચે ત્રિપાંખિયો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અને CCTV ફૂટેજ મુજબ સોમનાથ રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકે આગળ જઈ રહેલા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.


બીલીમોરાના સોમનાથ રોડ પર સર્જાયો અકસ્માત

આ દરમિયાન બાઈક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા તેની બાઈક સામેથી આવતી અન્ય એક મોટરસાયકલ અને કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોના ફુરચા ઉડી ગયા હતા. અન્ય બે વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઓવરટેક કરવા જતા બાઈકચાલકે સર્જ્યો અકસ્માત

અકસ્માતના લાઈવ દ્રશ્યો CCTV માં કેદ થયા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે ઓવરટેક કરવાની ઉતાવળ જીવલેણ સાબિત થઈ. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને ઓવરટેક કરતી વખતે રાખવી પડતી સાવચેતી સામે સવાલો ઉભા કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: