મહિલા સશક્તિકરણની દિશામાં નવસારી જિલ્લામાં એક સફળ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવી, સ્વરોજગારની નવી તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે નવસારીમાં એક ભવ્ય મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

300થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર હાજરી આપી

મહિલા સ્વરોજગાર મેળાને મહિલાઓમાં ઉત્સાહનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. નવસારી વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓના સહયોગથી આયોજિત મહિલા સ્વરોજગાર મેળામાં 300થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. મહિલા સ્વરોજગાર મેળામાં મહિલાઓ માટે સ્વરોજગારના વિવિધ ક્ષેત્રો, જેમ કે નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગ, કૌશલ્ય વિકાસ અને ધંધાકીય લોન યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

મહિલાઓમાં આત્મવિશ્વાસ વધ્યો

નવસારી જિલ્લામાં મહિલા શક્તિને આર્થિક રીતે સક્ષમ બનાવવાના આ પ્રયાસથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રેરિત થઈ છે. મહિલા સ્વરોજગાર મેળાના આયોજનથી મહિલાઓમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે.


આ પણ વાંચો - Rajkot News: GST નંબર મેળવવા ત્રણ હજાર રૂપિયાની માંગ, લાંચિયો અધિકારી ઝડપાયો