નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામે કાર્યરત ક્વોરીના ક્રશર પ્લાન્ટ સામે સ્થાનિક ગ્રામજનોએ મોરચો માંડ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં હવે શાળાના નિર્દોષ બાળકો પણ જોડાયા છે, જે દર્શાવે છે કે આ પ્લાન્ટને કારણે સ્થાનિકોનું જીવવું કેટલું દુષ્કર બન્યું છે.
અગાઉ પણ રજૂઆત
આ અગાઉ ધારાસભ્યો અનંત પટેલ અને જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં પણ ગ્રામજનોએ વહીવટી તંત્રને રજૂઆતો કરી હતી. તેમ છતાં, પ્રાંત અધિકારી દ્વારા ક્વોરી પ્લાન્ટ સામે કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધૂળની ડમરીઓ અને અવાજના પ્રદૂષણને કારણે ખેતી અને સ્વાસ્થ્ય પર માઠી અસરો પડી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
