જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરતા નવસારી રૂરલ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. આમડપોર ગામની સીમમાં નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન બ્રિજ પાસે ધમધમતા જુગારધામ પર પોલીસે ઓચિંતો દરોડો પાડી 6 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
બુલેટ ટ્રેન બ્રિજ પાસે ધમધમતા જુગારધામ પર દરોડો
નવસારી રૂરલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આમડપોરથી તેલાડા જતાં રોડ પર આવેલા બુલેટ ટ્રેન ઓવરબ્રિજ નીચેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો એકઠા થઈને મોટા પાયે પત્તા-પાનાનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીને આધારે પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ અને શિવરાજભાઈ સહિતની ટીમે વ્યૂહાત્મક રીતે દરોડો પાડ્યો હતો.
ઘટનાસ્થળે મચી દોડધામ
પોલીસ કાફલાને આવતો જોઈ જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે સતર્કતા દાખવી ઘેરાબંધી કરીને તીન પત્તીનો જુગાર રમતા 6 ખેલાડીઓને સ્થળ પર જ દબોચી લીધા હતા.
કુલ ₹5.67 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન જુગારના અડ્ડા પરથી નીચે મુજબની મત્તા કબજે કરી છે, દાવ પરથી અને અંગઝડતી દરમિયાન મળી આવેલા કુલ ₹47,550 રોકડા. 30,000ની કિંમતના કુલ 6 નંગ મોબાઈલ.પોલીસે ઘટનાસ્થળેથી ₹4,00,000ની કિંમતની 1 અર્ટિગા કાર તથા ₹90,000ની કિંમતના 3 મોટરસાયકલ કબજે કર્યા છે.
આ પણ વાંચો: અંધશ્રદ્ધાના નામે લાખોની લૂંટ, LCB એ મદારી ગેંગના બે ઠગબાજોને 9.32 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા